હળવદ શહેર તેમજ તાલુકામાં જુદી જુદી જગ્યાએ પંથકમાં દેશી દારૂ બનાવનાર અને દારૂ વેચનારા પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં જુદા જુદા ૧૩ કેસ કરવામાં આવ્યા છે. કુલ ૧૫ આરોપીઓ ને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. વધુ કાર્યવાહી હાથ ધરી છે.મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચુપણી ગામે દેશી દારૂ નો આથો ૮૦૦ લીટર ઝડપી પાડવામાં આવ્યો છે,કુલ ૧૬૦૦૦ નો મુદામાલ ઝડપી પાડવા આવ્યો છે. હળવદ પોલીસ દ્વારા જુદા જુદા ૧૩ દેશી દારૂના કેસ કરવામાં આવ્યા છે અને 15 થી વધુ બુટલેગરોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે હળવદ પીઆઇ એમ વી પટેલ ના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ દ્વારા શહેર અને ગ્રામ્ય પંથકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે કોઈપણ લોકોને દારૂ અંગેની બાતમી દેવી હોય તો હળવદ પોલીસનો સંપર્ક કરી શકે છે તેવું જણાવ્યું હતું,
દેશી દારૂના ધંધાર્થીઓ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
હળવદ પોલીસે આંબેડકર સર્કલ પાસેથી આરોપી યુવરાજસિંહ કિરીટસિંહ ઝાલાને આઠ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.ગોલસણ ગામ પાસે આવેલ વાડીમાંથી દેશી દારૂના ૧૫૦ લિટરના જથ્થા અને કી. રૂ.૩૦૦ ના મુદામાલ ઝડપાયો હતો જ્યારે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મનુભાઈ ગઢવી ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જ્યારે હળવદના ભવાની નગરના ઢોરા પાસેથી આરોપી અરજન ભાઈ કરમશીભાઈ જાખાણીયા ને ૫ લીટર દેશી દારૂ કી. રૂ.૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.વગેરે અલગ અલગ વિસ્તારોમાં૧૩ જેટલા કેસો કરવામાં આવ્યા છે.આગામી દીવસોમાં આ ડાઈવ ચાલુ રહેશે.