કડીયાણા ગામના દેવીપૂજકવાસમાં ચાર અલગ-અલગ રહેણાંક મકાનોમાં જમીનમાં દાટેલો આથો મળ્યો, ચારેય આરોપીઓ ફરાર.
હળવદ તાલુકાના કડીયાણા ગામમાં દેશી દારૂના અડ્ડાઓ અંગે થયેલી જનતા રેઇડ બાદ પોલીસે દેવીપૂજકવાસ વિસ્તારમાં સતત ચાર દરોડા પાડી કુલ ૧૧૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ઝડપી લીધો હતો. પોલીસે કુલ કિ.રૂ.૨૭,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેઇડ દરમિયાન ચારેય આરોપીઓ હાજર નહિ મળી આવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના કડીયાણા ગામના દેવીપૂજકવાસ વિસ્તારમાં દેશી દારૂના ધંધા અંગે સ્થાનિક સ્તરે ઉઠેલા વિરોધ અને જનતા રેઇડ બાદ હળવદ પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચાર અલગ-અલગ રહેણાંક મકાનોમાં દરોડા પાડી જમીનમાં દાટેલો કુલ ૧૧૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ઝડપી પાડ્યો હતો.
પોલીસની રેઇડ દરમિયાન આરોપી બાબુભાઈ તળશીભાઈ વાઘેલાના મકાનમાંથી ૪૫૦ લીટર, કાળુ ભીમાભાઈ વાઘેલાના મકાનમાંથી પણ ૪૫૦ લીટર તેમજ વિનાભાઈ સવજીભાઈ વાઘેલા અને મનસુખભાઈ સવજીભાઈ વાઘેલાના મકાનમાંથી ૧૦૦-૧૦૦ લીટર મળી કુલ ૧૧૦૦ લીટર આથો કિ.રૂ.૨૭,૫૦૦/-મળી આવ્યો હતો. દરોડા દરમિયાન ચારેય આરોપીઓ સ્થળ પર હાજર નહિ મળી આવતા પોલીસે ચારેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.






