હળવદ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ કે ચિરાયેલ નવ જેટલા મોબાઇલ ફોન મેળવી મૂળ માલિકને પરત આપવામાં આવ્યા છે.જે નવ જેટલા મોબાઈલની કિંમત અંદાજે બે લાખ રૂપિયા કરતાં વધારે થાય છે જે પરત કરતા મૂળ માલિકોએ પોલીસની કામગીરીને વખાણી હતી.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ રેન્જ અશોક કુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ વસ્તુઓની ફરિયાદ દાખલ થાય હતી. જે શોધી મૂળ માલિકને પરત આપવામાં આવે છે. જેમાં નવ જેટલા મોબાઈલની ફરીયાદ મળી હતી. જે અંગે પીઆઈ આર ટી વ્યાસ અને તેમની ટીમના યુવરાજસિંહ CEIR પોર્ટલ પર સતત દેખરેખ રાખી મોબાઇલ ટ્રેસ થતાં શોધી કાઢી નવ જેટલા બે લાખ કરતાં વધુ કિંમતના મોબાઇલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને પરત આપવામાં આવ્યા છે. જે મોબાઇલ ફોન પરત આપી પોલીસે ઉમદા કામગીરી કરી છે…
જેમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન, પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલભા રઘુભા ચૌહાણ, શકિતસિંહ બહાદુરસિંહ પરમાર, મનહરભાઇ મેરાભાઈ સદાદીયા, નરેન્દ્રગીરી મહેન્દ્રગીરી ગૌસ્વામી, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નિરુભા જાડેજા, હરપાલસિંહ રાજુભાઇ રાઠોડ, મુકેશભાઈ રઘુભાઇ વાસાણી, રણજીતસિંહ અરજણભાઇ રાઠોડ, સાગરભાઇ દેવાયતભાઇ મઢ, ભાગ્યદિપસિંહ વિક્રમસિંહ ઝાલા વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.