તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી હળવદ માથી આશરે રૂા. ૧,૨૭,૯૯૭/- ની કિમતના ૦૭ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી અરજદારોને હળવદ પોલીસ દ્વારા પરત અપાવવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ હળવદ પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ હળવદ પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના આપતા હળવદ પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નિરુભા જાડેજાએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કુલ ૭ મોબાઈલ ફોન રૂા.૧,૨૭,૯૯૭/- ની કિંમતના મોબાઇલો શોધી અરજદારોને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર હળવદ પોલીસે સાર્થક કરી બતાવ્યું છે.
જેમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન, એ.એસ.આઈ એસ.એમ.કમોયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલભા રઘુભા ચૌહાણ, શકિતસિંહ બહાદુરસિંહ પરમાર, મનહરભાઇ મેરાભાઈ સદાદીયા, નરેન્દ્રગીરી મહેન્દ્રગીરી ગૌસ્વામી, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નિરુભા જાડેજા, હરપાલસિંહ રાજુભાઇ રાઠોડ, મુકેશભાઇ રઘુભાઇ વાસાણી, રણજીતસિંહ અરજણભાઇ રાઠોડ, સાગરભાઇ દેવાયતભાઇ મઢ, ભાગ્યદિપસિંહ વિક્રમસિંહ ઝાલા વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.