હળવદ તાલુકાના માથક ગામે પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે આરોપી આકાશભાઈ પાટડીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા, રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૮ બોટલ કિ.રૂ.૯૬૦/- તથા ૩૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૬ હજાર એમ કુલ રૂ.૬,૯૬૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. હળવદ પોલીસની રેઇડ દરમિયાન આરોપી આકાશભાઈ દિનેશભાઇ પાટડીયા હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી, પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે