Thursday, December 26, 2024
HomeNewsHalvadહળવદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને લઈ જવા માટે પરિવારજનોએ પોલીસની આંખમાં મરચું છાંટ્યું

હળવદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને લઈ જવા માટે પરિવારજનોએ પોલીસની આંખમાં મરચું છાંટ્યું

હળવદ કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રેમ લગ્ન કરનારી યુવતી કોર્ટની મુદતમાં આવતા પરિવારજનોએ પોલીસની આંખમાં મરચું છાંટી
યુવતીનું અપહરણ કરવાનો પ્રયત્ન કરી પોલીસકર્મીઓ પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

- Advertisement -
- Advertisement -

હળવદમાં આજે બપોરે કોર્ટમાં અચરજ પમાંડે તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના ખેરાડી ગામની રહેવાસી યુવતી ગોપીકા હાર્દિકભાઈ બાવરવા ઉ.વ.૧૯ દ્વારા તેના જ પરિવારજનો માનસંગભાઈ ગણેશભાઈ રંગાડીયા, કૈલાસબેન માનસંગભાઈ રંગાડીયા, નિરૂપાબેન શામજીભાઈ રંગાડીયા, ગીતાબેન પ્રવીણભાઈ રંગાડીયા, વનીતાબેન અશોકભાઈ રંગાડીયા, અનસોયાબેન અનિલભાઈ રંગાડીયા, જોશનાબેન અશ્વિનભાઈ લકુમ, શામજીભાઈ ભીખાભાઇ રંગાડીયા, અશોકભાઈ દેવજીભાઈ રંગાડીયા, પ્રવીણભાઈ ગણેશભાઈ રંગાડીયા સામે પરિવાર જનોથી ડર હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ત્યારે આજે યુવતી ગોપીકા બીજા સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ સીધા કોર્ટમાં જ હાજર થવા અરજી કરી હતી અને પરિવાર જનોને પણ હાજર રહેવા કોર્ટ દ્વારા સમન્સ આવતા આજે તે હળવદ કોર્ટની મુદતમાં હાજરી આપવા આવી હતી એ સમયે જ તેના પરિવાર જનો દ્વારા પોલીસકર્મીઓ ની આંખમાં મરચું છાતી યુવતીને લઈ જવા પ્રયત્ન કર્યા હતા જો કે આ પ્રયત્ન તેના નિષ્ફળ રહ્યા હતાં આ બનાવમાં હળવદ પોલીસે યુવતીના પરિવાર જનો વિરુદ્ધ યુવતીના અપહરણની કોશિશ,પોલીસકર્મીઓ પર મરચું છાંટી હુમલો કરી લૂંટ ચલાવ્યાની કોશિશ જેવી ભારે કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં હળવદ પોલીસે પરિવાજનોની અટકાયત કરી છે જો કે પ્રાથમિક પૂછપરછ બાદ વિધિવત ધરપકડ કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!