હળવદમાં ગત મહિનાની ૪ તારીખે સફાઈ કામદારો દ્વારા પડતર માંગણીઓ ને લઈને પ્રતીક ઉપવાસ પર ઉતરીને હડતાળ કરવામાં આવી હતી જ્યાર બાદ હળવદ નગરપાલિકા અને હળવદ ભાજપના આગેવાનો ની ઉપસ્થિતીમાં સમાધાન કરીને હડતાળ સમેટવામાં આવી હતી.
પરન્તુ સમાધાનમાં સ્વીકારેલ મંગણીઓ ને માત્ર પસ્તીનો કાગળ સમજી ને પદાધિકારીઓ દ્વારા એ મુજબનો અમલ કરવામાં ન આવતા સફાઈ કામદારો દ્વારા ચીફ ઓફિસર ને રજુઆત કરવામાં આવી હતી પરંતુ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર ની બદલી થઈ ગઈ હોવાથી તેમને એસ આઈ આશમાન પાલ ને ચાર્જ સોંપી દીધેલ હતો જેથી આ રજુઆત તેમની સમક્ષ કરવામાં આવી હતી અને છતા પણ ઉકેલ નહિ આવતા સફાઈ કામદારો દ્વારા એક દિવસ કામથી અળગા રહીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો નગરપાલીકા ના પદાધિકારી દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી હતી જ્યારે અન્ય કર્મચારીઓ દસ-બાર દિવસ રજા હોય છતાં પણ તેમને નોટિસ આપવામાં આવતી નથી એવુ રજૂઆતના અંતમાં જણાવ્યુ હતુ.