Friday, May 17, 2024
HomeGujaratમોરબીના ઊંચી માંડલ ગામે બંદૂકની અણીયે દુકાનદારને લૂંટી એક રાઉન્ડ ફાયરિંગ કરી...

મોરબીના ઊંચી માંડલ ગામે બંદૂકની અણીયે દુકાનદારને લૂંટી એક રાઉન્ડ ફાયરિંગ કરી બે શખ્સો ફરાર

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે મોબાઇલ ની દુકાનમાં વે અજાણ્યા શખ્સોએ ઘુસી જઇ બન્દુક દેખાડી લૂંટ ચલાવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં વિગતમુજબ મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે મોંટુભાઈ ચુનીલાલ કાલરીયા ની મોબાઈલ સીટી પલ્સ નામની મોબાઇલની દુકાનમાં આજે બપોરના સમયે બે હિન્દીમાં વાતો કરતા બે શખ્સો આવ્યા હતા અને પ્રથમ મોબાઈલ પર ટફન ગ્લાસ નાખવાનું કીધું હતું બાદમાં મોકો જોઈને અજાણ્યા લૂંટારૂઓ એ બન્દુક કાઢીને દુકાનદારને જેટલા પૈસા હોય એટલા આપી દેવાનું કહ્યું હતું જેથી દુકાનદારે દુકાનના ગલ્લામાં પડેલા રૂ.૨૫૦૦૦ જેટલી રોકડ રકમ તેમને આપી દીધી હતી અને બાદમાં લૂંટારાઓ પૈસા લઈને નાસી ગયા હતા તે દરમિયાન દુકાનદારે વળતો પ્રહાર કરતા લૂંટારૂઓને પથ્થર માર્યા હતા જેમાં લૂંટારૂઓ એ પણ સામે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે આ ફાયરિંગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી.

જેથી આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સીસીટીવી ના આધારે લૂંટારૂઓ ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!