મોરબી જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા શ્રી એન.એલ.આમોદ્રા નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે સેમીનાર યોજાયો હતો.
મોરબી જીલ્લામાં હળવદના ચરાડવા ખાતેની શ્રી એન.એલ.આમોદ્રા નર્સિંગ ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદા નિષ્ણાંત રંજનબેન મકવાણા દ્વારા માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીએ ઉપસ્થિત બહેનોને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપીને મહિલાઓની સુરક્ષા અને સલામતી બાબતે જાગૃતિ સંદેશ આપ્યો હતો.