આજરોજ હળવદ ડી.વી.રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે હળવદ તાલુકા કાનૂની સેવા સતામંડળ દ્વારા “એન્ટી રેગીંગ” અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં હળવદ કોર્ટના જજ ગુજર સાહેબ તથા પઠાણ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમજ હળવદ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ માટે “ટ્રાફિક એવરનેશ પ્રોગ્રામ” કરવામાં આવ્યું હતું જેમાં રોડ સેફટી અને સલામતી માટે માર્ગદર્શન અને જાગૃતિ માટે પી.એસ.આઈ. શુક્લ અને સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવ્યું હતું. તેમજ હળવદ પોલીસ સ્ટેશન સી.ટીમ દ્વારા મહિલા,બાળ અને સિનિયર સીટીઝન ને થતી તકલીફ નિવારવા માટે મહિલા પોલીસ કોન્ટેબલ નિરુબેન, મીનાબેન અને પૂજાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.