હળવદ ટાઉન વિસ્તારમાં સરા ચોકડી નજીક ક્રોસ રોડ હોટલ અને સેન્ટર હોટલ વચ્ચે આવેલ શેરીમાં પાર્ક કરેલા વેપારીના મોટર સાયકલની અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના આનંદપાર્ક-૨ માં રહેતા મૂળ રામગઢ વાળી શેરી તા.ધ્રાંગધ્રા જી.સુ.નગરના વતની હસમુખભાઈ વિઠ્ઠલભાઇ વરમોરા ઉવ.૪૯ ગઈ તા.૦૨/૦૪ના રોજ રાત્રીના પોતાનું હોન્ડા કંપનીનું લિવો મોદલનું મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-એએન-૧૧૮૭ લઈને પોતાના ઘર નજીક આવેલ પાનની દુકાને મસાલો ખાવા ગયા હતા, ત્યારે તેઓએ મોટર સાયકલ સરા ચોકડી નજીક ક્રોસ રોડ હોટલ તથા સેન્ટર પોઇન્ટ હોટલ વચ્ચે આવેલ ગલ્લીમાં પાર્ક કર્યું હોય, જે બાદ પોતાના મિત્ર સાથે સોલડી ગામ ખાતે ગયા હતા જ્યાંથી વહેલી સવારે પરત આવ્યા ત્યારે ઉપરોક્ત ગલ્લીમાં પાર્ક કરેલ મોટરસાયકલ કોઈ ચોરી કરી લઈ ગયા હોવાનું સામે આવતા, આજુબાજુમાં મોટર સાયકલની શોધખોળ કરવા છતાં નહીં મળી આવતા હસમુખભાઈ દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.