હળવદ ટાઉન વિસ્તારમાં એક કારમાં વિદેશી દારૂની મહેફિલ માણી રહેલા ત્રણ ઇસમોને હળવદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે વિદેશી દારૂની બોટલમાં ૩૦૦મીલી. કેફી પ્રવાહી કિ.રૂ.૩૦૦/-સાથે ત્રણેય આરોપી ચિંતન જીતેન્દ્રકુમાર રાવલ ઉવ.૨૯ રહે. હળવદ વાણિયા વાડ, ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી ઉવ.૩૧ તથા પંકજ ચમનભાઈ ગોઠી ઉવ.બન્ને રહે. હળવદ ઉમા-૨ સોસાયટી મકાન નં.૯૩ વાળાને નશો કરેલી હાલતમાં પકડી લેવામાં આવ્યા છે. હાલ હળવદ પોલીસે કાર કિ.રૂ.૩ લાખ સહિત ૩,૦૦,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ, ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.