હળવદ તાલુકાના બુટવડા ગામે બોરવેલમાં ભાગીદારીમાં ફિટ કરેલ ઇલે.મોટરના રીપેરીંગ અંગેના ખર્ચમાં ભાગ માંગતા બે ભાઈઓ ઉપર સગા કાકાના ભાઈ સહિતના ચાર શખ્સોએ લોખંડના પાઇપ, ધારીયાથી માર મારી ઇજાઓ પહોંચાડી હતી.
હળવદના બુટવડા ગામે રહેતા લાલજીભાઈ બાજુભાઈ લોદરીયા ઉવ.૨૩ એ હળવદ પોલીસ મથકમાં આરોપી શામજીભાઈ મોહનભાઇ લોદરીયા, મેરાભાઈ શામજીભાઈ લોદરીયા રહે.બન્ને બુટવડા ગામ તથા દશરથભાઈ પ્રવીણભાઈ ખાંભડીયા રહે. ભલગામડાં અને આરોપી સંજયભાઈ રહે.ખોડ ગામ તા.હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી અને તેમના કાકાનો દીકરો શામજીભાઈએ પોતાની વાડીમાં બોરવેલમાં ભાગીદારીમાં મોટર નખાવેલ હોય જે આજથી ચારેક માસ અગાઉ બગડી જતા, તેને ફરિયાદીએ રીપેર કરાવી હોય જે અંગેના ખર્ચના રૂપિયા આપવાનું ફરિયાદી લાલજીભાઈ અને તેમના મોટાભાઈ રણછોડભાઈ તેમબ કાજના દીકરા આરોપી શામજીભાઈ ઓએસે જઈ ખર્ચ પેટે રૂપિયા માંગતા જે બાબતે આરોપીને સારું નહીં લાગતા, એકદમ ઇશ્કેરાઈ આરોપી શામજીભાઈ તાંતગ તેમનો દીકરા સહિત ઉપરોક્ત તમામ આરોપીઓએ બન્ને ભાઈઓને લોખંડના પાઇપ તથા ધારીયા વડે માર મારી ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડી હતી. હાલ હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









