હળવદના ચરાડવા ગામે અગાઉ થયેલ ઝઘડાનું મનદુઃખ રાખીને ફરિયાદી ભરતભાઇ ચતુરભાઇ સોલંકી (ઉ.વ.૩૧ ધંધો મજૂરી રહે.જુનાવાસ ચરાડવા તા.હળવદ) વાળા પર આરોપી સુરેશ બાબુભાઇ સોલંકીએ ચરાડવા ગામના એસટી બસ સ્ટેન્ડ પાસે આવીને ફરિયાદીને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા પોતાની પાસે રહેલ ગુપ્તિ વડે ફરિયાદી પર હુમલો કરી પગ પેટ અને પીઠના ભાગે ઈજાઓ પહોચાડી હતી જેથી હળવદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.