મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગાર જેવી પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરવામાં આવેલ હોય જે અંગે પીઆઈ પી.એ. દેકાવાડીયાએ આયોજન કરી પ્રોહીબીશન જુગારની કામગીરી કરવા માણસોને સુચના કરી હોય જે અનુસંધાને ગઈકાલે પીએસઆઈ આર.સી.રામાનુજ, પોલીસ હેડ કોન્સ. વી. ટી. શીહોરા, એ.એમ.ઝાપડીયા, પોલીસ કોન્સ. મુમાભાઇ કલોત્રા, દેવેંદ્રસિહ ઝાલા, બીપીનભાઇ પરમાર, હરપાલસિંહ રાઠોડ એમ બધા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે હળવદનાં ચરાડવા ગામે દીલીપદાસ ઉર્ફે દીનુમારાજ વજારામદાસ વૈષ્ણવ (ઉં.વ. ૬૩ ધંધો નિવૃત્ત રહે.ચરાડવા સ્વામીનારાયણ મંદીર વાળી શેરી તા. હળવદ જી.મોરબી) વાળાના રહેણાંક મકાનમાં બાતમી આધારે રેઈડ કરતા સ્થળ પરથી જગ્યાએથી કુલ દશ ઈસમો દીલીપદાસ ઉર્ફે દીનુમારાજ વજારામદાસ વૈષ્ણવ (ઉ.વ. 63), ગોપાલભાઇ પુંજાભાઇ પરમાર (ઉ.વ.૩૬), મહેશભાઇ બાલજીભાઇ સોલંકી (ઉ.વ.૩૩), જયંતીભાઇ લવજીભાઇ મકવાણા (ઉ.વ.૪૨), ધીરૂભાઇ ખીમાભાઇ પરમાર (ઉ.વ.૫૦), હરીભાઇ જીવાભાઇ સોલંકી (ઉ.વ.૫૦), રતિલાલ ભગુભાઇ પરમારા (ઉ.વ.૬૦), સુલતાન ઉર્ફે મુન્નો ગફુરભાઇ મુલતાની (ઉ.વ.૩૫), યુવરાજસિંહ ભીખુભા ઝાલા (ઉ.વ.૪૨), દાનુભાઇ હરજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) વાળાઓને ગંજીપત્તાના પાના વતી તીનપતીનો હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રૂ.૧૧,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.