પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમી મળેલ કે હળવદ મોરબી ચોકડી પાસે ભારત પેટ્રોલપંપ પાછળ બેવરેજીસ કારખાનામાં આરોપી અશ્વિનભાઈ ઈશ્વરભાઈ કણજારીયા બહારથી માણસો બોલાવી જુગારની સામગ્રી પુરી પાડી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવે છે જે ચોક્કસ બાતમીના આધારે રેઈડ કરી સ્થળ પરથી તીનપતીનો હારજીતનો રોનપોલીસનો જુગાર રમી રમાડતા અશ્વિનભાઈ ઈશ્વરભાઈ કણજારીયા, જગદિશભાઇ અવચરભાઈ ઓડીયા, દેવજીભાઈ કેશવજીભાઈ અઘારા, હિતેશભાઈ ગણેશભાઈ પારેજીયા, દેવજીભાઈ કાળુભાઈ ગોરીયા, યશવંતભાઈ કાનજીભાઈ પારેજીયા, પ્રવિણભાઈ ધનજીભાઈ ગોદાવરીયા, બળદેવભાઈ ભીખાભાઈ કણજારીયા, યોગેશભાઈ વાલજીભાઈ સોનગ્રા, ચંદુલાલ ધરમશીભાઇ પંચાસરા ને રોકડ રકમ રૂ. ૨,૦૧,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૧૦ કિં.રૂ.૩૨,૦૦૦/- તથા મોટરસાયકલ ૦૫ કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ. ૩,૩૩,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવા તજવીજ હાથ ધરી છે. તેમજ કારખાના માલીક અશ્વીનભાઇ ઇશ્વરભાઇ કણજરીયા (રહે. હળવદ) વાળાને સાથે રાખી કારખાનામાં તપાસ કરતા ઇગ્લીંશદારૂની બોટલ નંગ-૧૪ કિ.રૂ. ૪૨૦૦/- મળી આવતા તેના વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં કરનાર એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એલ.સી.બી. મોરબીના HC દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, પૃથ્વીસિંહ જાડેજા, PC નિરવભાઇ મકવાણા, તથા પેરોલ ફર્લો સ્કવોડના HC વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, તથા ASI સંજયભાઇ પટેલ HC દશરથસિંહ ચાવડા, PC અશોકસિંહ ચુડાસમા વિગરે જોડાયેલ હતા.