હળવદ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વ.વિનોદભાઈ કાનજીભાઈ જોટાણીયા ના સ્મરણાર્થે પાટિયાગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દૂ પરિષદ – શરણેશ્વર મહાદેવ મંદિર ના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હળવદની વિવિધ સામાજિક સંસ્થા તથા સમસ્ત હળવદ, ગ્રામ્ય વિસ્તારના સેવાભાવી રક્તદાતાઓ એ ઉમળકાભેર રક્તદાન કરી આ રકતદાન કેમ્પ માં ૧૨૧ બ્લડ ની બોટલ એકત્રિત થયેલ આ પ્રસંગે પ.પૂ સંત ભક્તિનંદન સ્વામીજી , દિપકદાસજી મહારાજ , રણછોડભાઈ દલવાડી , ધીરુભા ઝાલા બીપીનભાઈ દવે , નવલભાઈ શુક્લ, નાયબ મામલતદાર ચિંતનભાઈ આચાર્ય રાજકીય અને સામાજિક આગેવાનો આ કાર્યક્રમ માં ખાસ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ દરેક રક્તદાતાઓ ને એક મોમેન્ટો ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા આ કેમ્પ માં એકત્ર થયેલ બ્લડ ની બોટલ સિવિલ હોસલીટલ બ્લડ બેંક અમદાવાદ અને સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે લોહી ની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે આ કાર્યક્રમ ની સાથે હળવદમાં નવરાત્રી દરમિયાન બેસણી રાસમા ધુમ મચાવી નામના મેળવનાર વિવેકનું પાટિયા ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તકે આ સેવાકાર્ય માં સહયોગી સર્વે નો આયોજકો દ્વારા સહ હૃદય આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ના સ્વાગત વિધિ કાર્યક્રમ નું સંચાલન રાજુભાઇ દવે એ કર્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ – વિશ્વ હિન્દુ પરિષદ – શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.