હળવદ પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં પકડાયેલ વિદેશી દારૂ બિયરની કુલ ૨૦,૪૨૨ નંગ બોટલો જેની અંદાજીત કિ.રૂ. ૫૮,૫૩,૧૦૦/-નો જથ્થો જવાબદાર અધિકારીઓની હાજરીમાં તાલુકાના સુખપર ગામ નજીક ખરાબાની પડતર જમીન ખાતે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.
હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા વિદેશી દારૂ બિયરના જથ્થાનો નાશ કરવા અંગે જરૂરી મંજુરી મેળવી વર્ષ ૨૦૨૩ થઈ જુલાઈ ૨૦૨૪ દરમિયાન પકડાયેલ વિદેશી દારૂ -બિયરની ૨૦,૪૨૨ નંગ બોટલ કિ.રૂ.૫૮,૫૩,૧૦૦/-ને હળવદ તાલુકાના સુખપર ગામની સીમ, બોલો ડુંગરની બાજુમાં ડેમ જવાના રસ્તે ખરાબા વાળી પડતર જગ્યાએ લઇ જઇને ત્યા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હળવદ વિભાગ ધાર્મિક ડોબરીયા, નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા, નશાબંધી અને આબકારી અધિકારી રાજકોટ બી.એન.પંચોલી તથા પંચોની હાજરીમાં રોડ રોલર ફેરવી ઇંગ્લીશદારુની બોટલ તથા બીયરનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.