આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી બેચરભાઇ વેલાભાઇ મુંધવા (ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીંગ રહે. ઢવાણા તા.હળવદ) એ આરોપીઓ શોહેબ (રહે.અમદાવાદ), મહમદ ઇલીયાસ એમ શેખ (રહે.શાહપુર;બેલદરવાડ;અમદાવાદ), રવિ રતનસિંહભાઇ સોલંકી (રહે.પ્લોટ નં ૨૦૧ બી,શીવધારા સો.સા;મેઘપુર તા.અંજાર જી.કચ્છ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૦૭/૦૭/૨૦૨૦ ના રોજ બપોરના અગીયાર વાગ્યાના અરસાથી તા.૧૩/૦૩/૨૦૨૧ સુધી બનેલા આ બનાવમાં આરોપીઓએ ફરીયાદી તથા સાહેદો પાસેથી જે.સી.બી મશીન તથા હીટાચી મશીનનુ વધુ ભાડાની લાલચ આપી સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરી લઇ ગયા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ફરીયાદીના જે.સી.બી મશીન-૨ જેની કી.રૂ ૪૦,૦૦,૦૦૦ તથા સાહેદ સોજીત્રા અરવિંદભાઇ મોહનલાલનું જે.સી.બી મશીન-૧ જેની કી.રૂ ૨૦,૦૦,૦૦૦ જે બધા મળી કુલ રૂ.૬૦,૦૦,૦૦૦ ની રકમની શરુઆતમાં ફરીયાદીને વિશ્વાસમા લઇ અન્ય જે.સી.બી. તથા હિટાચી ભાડે લઇ જઇ ચારેક માસ વધુ ભાડાની લાલચ આપી ત્યારબાદ ભાડુ નહી આપી આ તમામ મશીનો સગેવગે કરી ફરી.તથા સાહેદો સાથે ગુનાહીત વિશ્વાસધાત કરી છેતરપીંડી કરી પોતાના કબ્જામાં ગે.કા રીતે વાહનો રાખ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.