Tuesday, January 7, 2025
HomeGujaratહળવદ : શક્તિનગર ઠાકોર સમાજના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત

હળવદ : શક્તિનગર ઠાકોર સમાજના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત

કવાડીયા ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત

- Advertisement -
- Advertisement -

હળવદ:હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા ઠાકોર સમાજના એક આશાસ્પદ યુવાનનું કવાડીયા ગામનાં પાટીયા પાસે બે ફામ બનેલા કાર ચાલકે બાઈકને અડફેટે લેતા મૃત્યુ નપિજયું હતું. આ અકસ્માત સમયે ઘટના સ્થળે પહોંચેલા મરનારના ભાઇઓના આક્રંદથી વાતાવરણ ગમગીન થઇ ગયું હતું. સોમવારે બનેલી આ ઘટનાના પગલે નાના એવા શક્તિનગર ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા સહદેવ ભાઈ(ગડુ)અઘારા(ઠાકોર) જેવોની અનાજ કરિયાણાની દુકાન લીલાપર રોડ પાસે આવેલ પેપર મીલ પાસે હોય જેથી તેઓ સોમવારે સાજના પાંચેક વાગ્યા ની આસપાસ દુકાનેથી પરત ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે હળવદ-ધાંગધ્રા હાઈ-વે પર આવેલ કવાડિયા ગામના પાટિયા પાસે ધાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવતી કિયા કાર નંબર જી.જે ૧-કે.એક્ષ.૭૧૬૧ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને ત્યાં થી નાસી છુટ્યો હતો જેથી ગંભીરરીતે ઘવાયેલ સહદેવ ભાઈ ને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે ધાંગધ્રા અને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું આ બનાવમાં અકસ્માત સર્જી નાસી છુટેલ કાર ચાલક વિરુદ્ધ મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

શક્તિનગર ગામના ઠાકોર સમાજના આશાસ્પદ યુવાનના આકસ્મિક મોતથી ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે ત્યારે હળવદ ધાંગધ્રા ઠાકોર સમાજના યુવા અગ્રણી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર એ દુઃખની લાગણી વ્યક્ત કરી મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી

મૃતક યુવાનની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવી હતી જ્યાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, ઠાકોર સમાજના અગ્રણી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપુભાઈ ઠાકોર,ભાજપ અગ્રણી વલ્લભભાઈ પટેલ,કવાડિયા તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ગણેશીયા, ઠાકોર સમાજના અગ્રણી નવીનભાઈ મદ્રેસાણીયા,ઠાકોર સમાજના યુવાનો તેમજ મૃતકના મિત્રો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!