હળવદ તાલુકાના સાપકડા ગામના યુવકે બ્રાહ્મણી-૨ ડેમમાં ઝંપલાવી યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સાપકડા ગામનાં રહેવાસી નીતિનગિરી વિનોદગીરી ગોસાઈ (ઉં.વ.૩૪) નામનાં યુવાને ગઈકાલે તા. ૧૧ના રોજ રાત્રે સુંદરગઢ ગામ નજીક પુલ પરથી ડેમમાં છલાંગ લગાવી હતી. જેની જાણ થતા આખી રાત શોધખોળ બાદ ડેમમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હળવદ પોલીસે બનાવની નોંધ કરી યુવાનની ડેડબાડીને પીએમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.