Thursday, December 26, 2024
HomeGujaratહળવદ બજરંગદળ દ્વારા રામભક્ત રીંકુ શર્માના હત્યારાઓને કડકમાં કડક સજા મળે તે...

હળવદ બજરંગદળ દ્વારા રામભક્ત રીંકુ શર્માના હત્યારાઓને કડકમાં કડક સજા મળે તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં વીરગતિ પામેલ સીઆરપીએફના જવાનોને વિરાંજલી અપાઈ

- Advertisement -
- Advertisement -

આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા પુલવામામાં જેહાદી આતંકવાદીઓ દ્વારા CRPFના જવાનોની બસ પર લોહિયાળ હુમલો કર્યો હતો. જેમાં વીરગતિ પામેલ વીર જવાનોને પુષ્પાંજલિ સ્વરૂપે વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી. અને તાજેતરમાં જ દિલ્હીમાં શ્રીરામભક્ત રીંકુ શર્માને જેહાદીઓ દ્વારા તેના ઘરમાં ઘુસીને આખા પરિવારને ગેસના બાટલાથી સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે પરિવારને બચાવવા માટે રીંકુ શર્મા પોતાના ઘરની બહાર નીકળી ગયો હતો અને જેહાદીઓ દ્વારા તેના ઘરની બહાર ખંજર ભોખી અને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ત્યારે રામભક્ત રીંકુ શર્માના હત્યારાઓને ફાંસી આપવા માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. રીંકુ શર્મા જેની હત્યા થઈ છે, તેણે હત્યારાના પરિવારને લોહીની જરૂર હતી ત્યારે રકતદાન કરી તેનો જીવ બચાવ્યો હતો. ત્યારે આવા કરુણ અને દયાવાન સ્વભાવ ધરાવતા શ્રીરામભક્ત રીંકુ શર્માની ઇસ્લામુદીન અને તેના મળતીયાઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ સખત શબ્દોમાં વખોડે છે અને હત્યારાઓને કડકમાં કડક ફાંસીની સજા મળે તે માટે મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં હળવદના રાષ્ટ્રભકત અને ધર્મપ્રેમી યુવાનો વડીલો જોડાયા હતા અને “ભારત માતા કી જય , વંદે માતરમ” અને “રીંકુ શર્માના હત્યારાને ફાંસી આપો, ફાંસી આપો” , “જય જય શ્રીરામ”ના નારા સાથે બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને મામલતદાર ઓફિસે પહોંચી મામલતદાર હર્ષાદીપ આચાર્યને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બજરંગ દળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!