મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા જીલ્લામાં શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે હોટલ અને ગેસ્ટ હાઉસમાં આવતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવી ફરજીયાત હોવા બાબતનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આમ છતા ગેસ્ટ-હાઉસમાં આવતા ગ્રાહકોની પથિક સોફટવેરમાં એન્ટ્રી નહિ કરી જીલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ હળવદના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ લક્ષ્મી ગેસ્ટ-હાઉસના સંચાલકની મોરબી એસઓજી પોલીસ દ્વારા અટક કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર મોરબી એસઓજી સ્ટાફે હળવદના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ લક્ષ્મી ગેસ્ટ-હાઉસમાં ચેકીંગ હાથ ધરતા જેમાં લક્ષ્મી ગેસ્ટ-હાઉસમાં આવતા ગ્રાહકોની એન્ટ્રી સાદા રજીસ્ટરમાં કરી પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહિ કરતા લક્ષ્મી ગેસ્ટ-હાઉસના મેનેજર નટવરગીરી રામગીરી ગોસાઇ ઉવ.૬૨ રહે. રેલ્વે સ્ટેશન પાછળ હળવદ જી.મોરબીની જીલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડેલ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.