Thursday, January 23, 2025
HomeGujaratહળવદ ચીફ ઓફિસરે 'ચંદ્ર' જેવા રોડ બનાવતી ખાનગી કમ્પનીને બ્લેક લીસ્ટ કરવા...

હળવદ ચીફ ઓફિસરે ‘ચંદ્ર’ જેવા રોડ બનાવતી ખાનગી કમ્પનીને બ્લેક લીસ્ટ કરવા નોટિસ ફટકારી

હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ચાર કામો માટે એજન્સી,કન્સલ્ટન,ટી પી આઈ ને સાત દિવસમાં ખુલાસો કરવા નોટિસ પાઠવતા ખળભળાટ

- Advertisement -
- Advertisement -

તાજેતર માં જ મોરબી નગરપાલિકા દ્વારા ખાનગી કમ્પની નો કોન્ટ્રાકટ રદ કરી ને ધાક બેસાડી છે.ત્યારે હળવદ નગરપાલિકા ના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા રોડનાકામમાં ટેન્ડર કરારની શરત વિરુદ્ધ એજન્સી એ પેટા કોન્ટ્રાક્ટ આપેલ હોવાની બાબત પણ જાણવા મળેલ જે બાબતે સાત દિવસમાં ખુલાસો કરવા ગંભીરપણે નોંધ લય નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે.જો નિયત સમય મર્યાદામાં સંતોષ કારક ખુલ્લાસો કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે.

હળવદના જુદા જુદા રોડનાં કામોમાં ક્રિષ્ના હોટલ થી શ્રીજીનગર સીસી રોડ, અને અવેડા થી ખોડીયાર નગર વોર્ડ નં ૧ તથા હરિકૃષ્ણ પેટ્રોલિયમ થી ઘનશ્યામગ રોડ, મહાજનવાડી થી હોટલ હરીદશૅન સુધી નવા બનાવાયેલ રોડ ના કામ ની પ્રાદેશીક કમિશનર કચેરી રાજકોટ ના તાંત્રિક અધિકારીઓ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરતા આ રસ્તાની ગુણવત્તા સ્પેસિફિકેશન મુજબ જણાયેલ નથી કામોની ગુણવત્તા હલકી હોવાનું જણાઈ આવેલ ઠેર ઠેર કપચી નીકળી જવી તિરાડો પડી ગઈ છે.રોડ લાંબો સમય ટકી શકે તેમ‌ નથી. સરકારના નાણાનો દૂવ્યૅય થાય છે, આ કામ માં લોલમ લોલ જણાતા આ રોડ બનાવનાર ખાનગી એજન્સી, કન્સલ્ટન, ટીપીઆઈ,ને‌ શો-કોઝ નોટીસ પાઠવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ત્રણ રોડ ના કામ માટે ભવાની કન્ટ્રક્શન બોટાદ એજન્સી શોકઝ નોટીસ પાઠવી છે, જ્યારે બીજા એક રોડ ના કામ માટે આર.સી.પટેલ એન્જિનિયર એન્ડ કોન્ટ્રાક્ટર, ઉંઝા એજન્સી ને બ્લેકલીસ્ટ કરવાની તૈયારી સાથે કારણદર્શક નોટિસ ફટકારી છે. અને આ તમામ રોડ નું બન્ને એજન્સી ને રોડનું નવીનીકરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જોકે કમ્પની રોડ બનાવે પણ એની ગુણવત્તા માપવા માટે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોય છે જેમાં નવા બનાવાયેલ રોડ ને સારો બનાવ્યો હોવાનો અભિપ્રાય આપતા પી.એમ.સી. તરીકે (૧) હીમાંશુભાઈ ધાનાણી, ડીઝાઈન પોઈન્ટ,એમરેલી,(૨) શ્રી ભાવી કન્સલ્ટન્સી C/0 બી.વી.પટેલ,પી.એમ.સી.આણંદ અને (૧) ટી .પી આઈ શ્રી રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી. વડોદરા, ને પણ સેવામાંથી દૂર કેમ ન કરવા એ માટે સાત દિવસ માં લેખિતમાં ખુલાસો કરવા નોટિસ ફટકારતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!