Friday, April 26, 2024
HomeGujaratહળવદના માણેકવાડા ગામેથી જામગરી બંદૂક સાથે ઈસમ ઝડપાયો

હળવદના માણેકવાડા ગામેથી જામગરી બંદૂક સાથે ઈસમ ઝડપાયો

હળવદ તાલુકાના માણેકવાડા ગામ પાસેથી ગેરકાયદે બંદુક સાથે નીકળેલ એક ઇસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે દબોચી લઈ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસ.ઓ.જી.પોલીસ સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન હળવદ તાલુકાના માણેકવાડા ગામથી સમથેરવા ગામ તરફ જતા રસ્તે એક આરોપી શંકાસ્પદ હાલતમાં ઝડપાતા પોલીસે મુનાભાઇ રૈયાભાઇ કાંજીયા(ઉ.વ .૩૦ રહે.હાલ માણેકવાડા અવચરભાઇ જીંઝવાડીયા રહે.માટેલની વાડીમાં મુળ રહે.દીઘડીયા તા.હળવદ)ની તલાશી લેતા વાડીમાં બનાવટની એક જામગરી કી.રૂ .૧૫૦૦ સાથે પકડી પડ્યો હતો જેને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હોવાનું જાહેર થયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!