આજરોજ હળવદ શહેર ભાજપ દ્વારા મહાપુરુષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિતે સરાનાકા ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે ઔષધિય રોપ એવા ગુણકારી તુલસીના રોપ નું નિઃશુલ્ક વિતરણ કરી અને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પૂરું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું અને એક ” દેશ મેં દો નિશાન ઔર દો વિધાન નહિ ચલેગા ” ના નારા સાથે કલમ 370 નો વિરોધ કર્યો હતો અને કશ્મીરના લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો ત્યારે તેમને જેલ વાસની સજા કરવામાં આવી હતી અને ત્યાં જેલમાં જ રહસ્યમય મોત થયું હતું અને રાષ્ટ્ર માટે પોતાના જીવ ની આહુતિ આપી હતી ત્યારે મહા માનવ એવા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને આજરોજ હળવદ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અને તુલસીના રોપા નું નિઃશુલ્ક વિતરણ કરી સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણી બીપીનભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, મહામંત્રી રમેશભાઈ ભગત, સંદીપભાઈ પટેલ, દાદભાઈ ડાંગર, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, અશ્વિનભાઈ કણઝરિયા, ધર્મેશભાઈ જોશી, નાગરભાઈ દલવાડી સહિત શહેર ભાજપનાં હોદેદારો નગરપાલિકાનાં સભ્યો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મેહુલભાઈ પટેલ , રવિભાઈ પટેલ , શિવાભાઈ દલવાડી સહિત યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી









