Monday, January 13, 2025
HomeGujaratહળવદ:ડૉ શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન દિન નિમિતે યોજાયેલા સ્વૈચ્છિક રક્તદાન શિબિર માં...

હળવદ:ડૉ શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન દિન નિમિતે યોજાયેલા સ્વૈચ્છિક રક્તદાન શિબિર માં ૯૩ બ્લડ ની બોટલ એકત્ર

હળવદ મધ્યે આવેલ રાજોધરજી હાઇસ્કુલ ખાતે ડૉ શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન દિન નિમિતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા – વિશ્વ હિન્દુ પરિષદ અને પાટિયા ગ્રુપ અને સમસ્ત હળવદ ના નાગરિકો ના સહકાર થી સ્વૈચ્છિક રક્તદાન શિબિર નું આયોજન થયું હતું જેમાં હળવદ ના તમામ વર્ગના લોકો ના સહયોગ થી ૯૩ બ્લડ ની બોટલ એકત્ર થઈ હતી એકત્ર થયેલ બ્લડ યુનિટસ શ્રી સી.યુ.શાહ મેડિકલ કોલેજ બ્લડ બેંક ખાતે થેલેસિમિયા ના બાળકો તેમજ અન્ય લોહી ની જરૂર છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગ માં લેવામાં આવશે

- Advertisement -
- Advertisement -

આ કેમ્પ માં લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત પૂજ્ય દિપકદાસજી મહારાજ , પ્રદેશ ભાજપ મહિલા મોરચા ના અધ્યક્ષા ડૉ.દિપીકાબેન સરડવા , રજનીભાઈ સંઘાણી, દુર્લભજીભાઈ દેથરિયા , બીપીનભાઈ દવે , રણછોડભાઈ દલવાડી , વલ્લભભાઈ પટેલ, રમેશભાઈ ભગત, તપનભાઈ દવે , મેહુલ પટેલ,રવી પટેલ,જિલ્લા યુવા ભાજપ પ્રમુખ,સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ હાજરી આપી રક્તદાતાઓ ને બિરદાવ્યા હતા તથા આ કેમ્પ માં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ ને ભેટ આપવમાં આવી હતી અને આયોજકો એ આ કેમ્પ માં રક્તદાન કરનાર રક્તદાતાઓ તેમજ બ્લડ બેંક ના તમામ સ્ટાફ તેમજ આ કેમ્પ માં સહયોગ આપનારા તમામ લોકો નો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પ ને સફળ બનાવવા યુવા ભાજપ – વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ધર્મપ્રેમી સેવા ગ્રુપ ના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!