Thursday, December 26, 2024
HomeGujaratહળવદ : દાડમની પેટીઓ બનારસ પહોંચાડવાના બદલે ટ્રકચાલકે બારોબાર વેંચી છેતરપિંડી કર્યાની...

હળવદ : દાડમની પેટીઓ બનારસ પહોંચાડવાના બદલે ટ્રકચાલકે બારોબાર વેંચી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ

આશરે નવેક લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સીકન્દરભાઇ અબ્દુલ્લાભાઇ મેવાતી (ઉ.વ.૪૨ ધંધો-ટ્રાન્સપોટૅ રહે.અમદાવાદ દાણીલીમડા) એ આરોપી ઇર્ષાદભાઇ અબ્દુલઅજીજ (રહે. ૯૨૩ ગઢીવાલા મહોલ્લા.પીલખુઆ હાપુર જી.ગાજીયાબાદ, યુ.પી.) સામે ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૨ માર્ચ થી તા.૧૮ માર્ચ સુધીમાં આરોપીએ ફરીયાદીના ટ્રાન્સપોર્ટના દાડમની પેટીઓ હળવદથી બનારસ ખાતે પહોંચાડવા માટે ભાડાથી આરોપીની ગાડી રાખેલ હતી અને આરોપીએ દાડમની પેટીઓ બનારસ ખાતે પહોંચાડવાના બદલે બારોબાર બદદાનતથી વેચી નાખી ફરીયાદી સાથે આશરે નવેક લાખ રૂપિયાનું ગુન્હાહીત વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે આરોપી સામે આઇ.પી.સી કલમ ૪૦૭,૪૨૦ મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!