કોરોના મહામારી સામે દેશ આખો ઝઝૂમી રહ્યો છે ત્યારે મોરબી પણ તેમાંથી બાકાત નથી કોરોનાએ મોરબીને ભરડામાં લીધું છે ત્યારે હળવદ તાલુકામાં પણ કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે એવા સમયે હળવદમાં ઉમા કન્યા છાત્રાલય ખાતે ૨૪ બેડનાં ઓક્સિજન બેડની સુવિધા વાળા પાટીદાર સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કોવિડ સેન્ટરમાં ૨૪ કલાક એમ.ડી ડોકટર સહિતનાં નિષ્ણાંત ડોકટર તથા સ્ટાફ ૨૪ કલાક ખડેપગે રહી અવિરત સેવા બજાવશે. ત્યારે પ્રથમ દિવસે જ તમામ ૨૪ બેડમાં દર્દીઓ ને દાખલ કરવામાં આવ્યા છે અને હળવદ પાટીદાર સમાજના અગ્રણીઓ તથા યુવાનો આ કેમ્પ માં સર્વોચ્ચ સુવિધાઓ મળી રહે તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે અત્રે દર્દીઓને રહેવા તેમજ સાત્વિક ભોજન સહિતની તમામ સેવા નિ:શુલ્ક પુરી પાડવામાં આવે છે આ કાર્યક્રમ ના શુભારંભ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા.