મોરબી વન વિભાગ દ્વારા હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે જેસીબી વડે જંગલમાં વૃક્ષો કાપવાની બાતમીનાં આધારે નાયબ વન સંરક્ષક અમીનના માર્ગદર્શન હેઠળ રેંજ ફોરેસ્ટ ઓફિસર બી. આર. મકવાણા, ફોરેસ્ટર જયરાજ વાળા, ફોરેસ્ટર ડામોર, જીલુભાઈ ડાંગર અને હરેશભાઈ સોનગ્રા સહિતની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને તુરંત એક્શન લઈને જંગલમાં વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ કરનાર રાજેશ ગેલાભાઈ ભરવાડ (રહે બાઈસાબગઢ) , રમતુંભાઈ નાનુભાઈ ભરવાડ (રહે હળવદ) , મનસુખ ગોવિંદ કોળી (રહે બાઈસાબગઢ) , જેક્મ આસુદીન ખાન (રહે ધનેટા) અને ઇમરાનખાન સમશેરખાન (રહે નોગાવ) વાળાને ઝડપી પાડી જેસીબી નંબર જીજે-૧૨-બીજે-૪૫૦૭ અને જીજે-૦૮-એએલ-૦૪૦૬ મળીને કિંમત રૂ. ૨૮ લાખનો મુદામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની કલમ ૨૬ (૧)(ધ)(ઝ)મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.