છેલ્લા ૧૨ મહીનાથી ધક્કા ખાવા છતાં આધાર કાર્ડ નીકળ્યું નથી.આ સરકાર ખોટા તાઈફા બંધ કરી નાના માણસોના કામ કરે.ગમારા ગોપાલભાઈ નો આક્ષેપ
સેવા સેતુ કાર્યક્રમ માં ઉડ્યા સરકાર ના નિયમો ના ધજાગરા. કેટલાક કર્મચારીઓને લાભાર્થીઓ માસ્ક વગર જોવા મળ્યા
હળવદ સેવા સેતુ કાર્યક્રમ માં કોરાની ગાઈડ લાઈન ભુલાઈ સોશ્યલ ડીસટનસ ના ધજાગરા ઉડ્યા સીટી વિસ્તાર નો સેવા સેતુ કાર્યક્રમ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.પર્વતમાં રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે બીજી ઓગસ્ટે સંવેદના દિન ઉજવણી ના ભાગરૂપે હળવદ શહેરમા યોજાલો સેવા સેતુ ફારસ સમાન બન્યો હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.આ સેવાસેતુમાં લાભ લેવા માટે લોકટોળા ઉમટી પડીયા હતા.સ્થળ ઉપર જ લોકોને અનેક સેવાઓનો લાભ મળી રહે તે હેતુસર લોકોની ભીડ ઉમટી પડી હતી.સેવા સેતુ કાર્યકમમાં ઉડ્યા સરકારના નિયમોના ધજાગરા. કેટલાક કર્મચારીઓ અને લાભાર્થીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. કોરોનાની ત્રીજી લહેર આ સેવસેતુ કાર્યક્રમ માંથી શરૂ થાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ના હોવાથી સેવાસેતુ માંથી જ કોરોના વિસ્ફોટ થવાની સંભાવના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.હળવદ તાલુકામાં બે સ્થળ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં સીટી વિસ્તાર નો- રાજોધરજી હાઈસ્કૂલ ખાતે જ્યારે ગ્રામ્ય વિસ્તારનો નવા ઘનશ્યામગઢ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
હળવદ રાજોધરજી હાઇસ્કુલ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેવું અરજદા જણાવ્યું હતું.જેમાં ગમારા ગોપાલભાઈ જણાવ્યું હતું કે છેલ્લા બાર મહિનાથી હું આધારકાર્ડ માટે ધરમ ધક્કા ખાવ છું ત્યારે આજે મને આશા હતી કે સેવા સેતુ કાર્યક્રમ આ મારું આધારકાર્ડ નીકળી જશે પરંતુ આજે પણ ધરમ ધક્કો ખાઈને પરત જવું પડ્યું છે .આ સરકાર માત્ર ને માત્ર તાઈફા કરે છે. કામ કરતી નથી એવો ગોપાલભાઈ આક્ષેપ કર્યો હતો અને હું જ્યારે જ્યારે રજુઆત કરું છું ત્યારે લાગતાવળગતા અધિકારીઓ દ્વારા માત્રને માત્ર ઠાલા વચનો આપીને પરત મોકલી દેવામાં આવે છે આ સરકાર આવા તાયફાઓ બંધ કરીને નાના માણસોના કામ કરે એવું ગોપાલભાઈ જણાવ્યું હતું.
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નાગરિકોને રાજ્યની સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંવેદના દિવસ અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારે પાંચ વર્ષમાં જે કામગીરી કરી છે તેની આ ઉજવણી નહીં પરંતુ સેવાયજ્ઞ છે. લોકાભિમુખ અને પ્રજાભિમુખ સરકારે કોરોનાકાળમાં સંવદેનશીલ નિર્ણયો કરી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ૪૦૦૦ તેમજ ૨૦૦૦ની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં આ બાળકો ૨૧ વર્ષના થાય ત્યાં સુધી સહાય ચૂકવવાના નિર્ણયને ઐતિહાસીક ગણાવયો હતો. રાજ્ય સરકાર નોધારાનો આધાર બની હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારની ૫૭ જેટલી સેવાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે મળી રહે તે માટે વિવિધ લાભાર્થીઓને અનેકવિધ લાભો મળી રહે તેવા આશયથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન, પ્રસંગોચિત્ત ઉદ્દબોધનો તેમજ કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હળવદ નાં પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.