મળતી માહિતી અનુસાર હળવદ-માળીયા હાઈ વે ઉપર પ્રતાપગઢ ગામના પાટિયા નજીક GJ-12-BX-8265 નંબરના ટ્રેલર ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ટ્રેલર હંકારી ડીવાઇડર કુદીને રોંગ સાઇડમા આવી જઇ એસ.ટી બસ નંબર GJ-18-Z-2158ને ડ્રાઇવર સાઇડ સાથે અથડાવી ડ્રાઇવર સાઇડે અડધી સાઈડથી લીસોટા પાડી જોટાનુ બહારનું ટાયર ફોડી નાખેલ તેમજ બે બારીના કાચ તોડી નાખી એસ.ટી.મા અંદાજીત આશરે ૬૦,૦૦૦/- નુ નુકશાન પહોંચાડતા બસ ડ્રાઇવર કુબેરભાઇ દાનાભાઇ સોલંકી (રહે.ગામ મોદરસુંબા, પોસ્ટ-વણીયાદ, તા.મોડાસા, જી.અરવલ્લી)એ ટ્રેલર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.