Wednesday, November 6, 2024
HomeGujaratમોરબીના ઉંચી માંડલ ગામ નજીક ટ્રક ટ્રેઇલર હડફેટે હળવદના વેપારીની કારમાં નુક્સાન

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ટ્રક ટ્રેઇલર હડફેટે હળવદના વેપારીની કારમાં નુક્સાન

પ્રાપ્ત માહિતી અનુસાર હળવદના સારા રોડ ઉપર અવધ સોસાયટીમાં રહેતા વેપારી અમૃતભાઇ ચંદુભાઇ વાધ્રોડીયા ઉવ.૩૪ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર રજી.નં. જીજે-૧૨-બીવાય-૦૪૮૬ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા.૨૮/૧૦ના રોજ અમૃતભાઈ પરિવાર સાથે પોતાની કાર રજી.નં. જીજે-૧૦-સીજી-૨૩૪૦લઈને મોરબીથી હળવદ જતા હોય ત્યારે બપોરના ૪ વાગ્યા આસપાસ ઉંચી માંડલ ગામ નજીક પહોંચ્યા હતા ત્યારે પાછળથી ઉપરોક્ત ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી અમૃતભાઈની કારને પાછળથી ઠોકર મારતા કારના બંને દરવાજામાં નુકસાન પહોંચ્યું હતું, સદનસીબે કારમાં સવાર કોઈને ઇજા પહોંચી ન હોવાની વિગતો સામે આવી છે, હાલ પોલીસે ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!