Tuesday, September 9, 2025
HomeGujaratપૂર્વ પત્નીને ભરણપોષણનાં નાણાં ના ચુકાવનાર શખ્સને ૭૫ દિવસની જેલની સજા ફટકારતી...

પૂર્વ પત્નીને ભરણપોષણનાં નાણાં ના ચુકાવનાર શખ્સને ૭૫ દિવસની જેલની સજા ફટકારતી હળવદ ફેમિલી કોર્ટ

ભારતમાં છૂટાછેડા લીધેલી મહિલાને અમુક સંજોગોમાં તેના પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું મળે છે. ત્યારે હળવદના એક યુવકને અગમ્ય કારણો સર તેની પત્ની સાથે છૂટાછેડા થયા બાદ ભરણપોષણ આપવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ યુવક દ્વારા રૂ.૪૫૦૦/- લેખે પાંચ માસના ભરણપોષણના રૂપિયા આપવામાં ના આવતા મહિલાએ કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસમાં હળવદ ફેમિલી કોર્ટ દ્વારા આરોપીને ૭૫ દિવસ જેલની સજા ફટકારવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના ટીકર ગામે રહેતી મુમતાજબેનને વર્ષ તા.૨૯/૦૨/૨૦૨૦ ના રોજ ભરણપોષણ પેટે માસીક કુલ રૂ.૨૦૦૦/- ચૂકવી આપવા ઇનુસભાઈ જુમાભાઈ સુમરાને કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુમતાજબેને ભરણપોષણમાં વધારો મેળવવા માટે અરજી કરતા તા.૩૧/૫/૨૦૨૪ ના રોજ રૂા.૨,૦૦૦/- ની ભરણપોષણની રકમમાં રૂા.૨૫૦૦/- નો વધારો કરીને કુલ રૂ.૪૫૦૦/-દર મહીને ચૂકવી આપવાનો ઇનુસભાઈને હુકમ કરવામાં આવ્યો હતો. જો કે ઇનુસભાઈ દ્વારા તા.૯/૩/૨૦૨૪ થી તા.૯/૬/૨૦૨૪ સુધીના ત્રણ મહિનાના રૂ.૬,૦૦૦/- તથા તા.૧૧/૭/૨૦૨૨ થી તા.૧૧/૬/૨૦૨૪ સુધીના દર માસે રૂ. ૪,૫૦૦/- લેખે ૨૩ માસની ચડેલ ભરણપોષણની રકમ રૂા.૫૭,૫૦૦/- આપવામાં નિષ્ફળ જતા ફરિયાદી મહિલા દ્વારા રૂ.૫૭,૫૦૦/- તથા અરજી ખર્ચના રૂા.૨૦૦૦/- એમ કુલ રૂ.૬૫,૫૦૦/-ની ઇનુસભાઈ પાસે માંગણી કરતી અરજી કોર્ટમાં રજુ કરી હતી. જેને લઈ ઇનુસભાઈ દ્વારા મુમતાજબેનને કટકે-કટકે રૂ.૪૩૦૦૦/- ચુકવવામાં આવ્યા હતા. જો કે, તે બાદ તેમના દ્વારા કોઈ રકમ ચુકવવામાં ના આવતા તા.૧૧/૧/૨૦૨૪ થી તા.૧૧/૬/૨૦૨૪ સુધીના દર માસે રૂા.૪૫૦૦/- લેખે રૂ.૨૨,૫૦૦/- સમગ્ર મામલે હળવદ ફેમિલી કોર્ટ દ્વારા તમામ દલીલોને ધ્યાને લઈ ઇનુસભાઈ જુમાભાઈ સુમરાને કુલ રકમ રૂ.૨૨૫૦૦/- અરજદારને ભરપાઈ નહી કરવાની કસૂર બદલ ૭૫ દિવસની કેદની સજા ફટકારવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!