બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવીદાનભાઇ કનુભાઇ ઇસરાણી (ઉવ. ૪૭ ધંધો હીટાચી મશીન નો રહે.રાણાવાવ વાડી પ્લોટ તા.રાણાવાવ જી.પોરબંદર) એ આરોપીઓ કિરીટભાઇ હરીશંગભાઇ ટાપરીયા, નવલદાન અંબાદાન ટાપરીયા, દોલતભાઇ હરીશંગભાઇ ટાપરીયા, ધર્મેંદ્ર માધુભા ટાપરીયા, દિનેશ હરીશંગભાઇ ટાપરીયા (રહે.તમામ ચાડધ્રા તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૩ ના રોજ રાત્રીના આશરે અગ્યારેક વાગ્યે ફરીયાદી તથા તેની સાથેનાં વ્યક્તિઓ ફરીયાદીનું હીટાચી મશીન લેવા માટે ગયેલ હોય તે દરમ્યાન આરોપીએ ફરીયાદીને તેનુ હીટાચી મશીન લઇ જવાનુ નથી તેમ કહી ગાળો આપી બોલાચાલી કરી જમણા કાન પાસે લોખંડનો પાઇપ મારી ઇજા કરી તથા તમામ આરોપીઓએ હથીયારો વડે ફરીયાદીને ડાબા હાથે મુંઢ જેવી ઇજા કરી આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામાપક્ષે દોલતભાઇ હરીશંગભાઇ ટાપરીયા (ઉ.વ.૫૪, ધંધો – ખેતી રહે.ચાડધ્રા તા.હળવદ)એ આરોપીઓ રવીદાનભાઇ કનુભાઇ ઇસરાણી (રહે.રાણાવાવ વાડી પ્લોટ તા.રાણાવાવ જી.પોરબંદર), સંજય ગંભીરદાન ગઢવી (મુળ.ચાડધ્રા હાલ રહે.સુરત), નિતિન હરીશંગ ગઢવી (રહે.સરી તા.સાણંદ) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપી રવિદાનભાઈ ઈસરાણીને કહેલ કે તારૂ હિટાચી મશીન નદિમાં ચલાવવાનુ નથી તેમ કહેતા આ આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો બોલતા બોલતા ફરીયાદીને મોઢાના ભાગે મુક્કો મારી મુંઢ ઇજા કરી તેમજ સાથેનાં દિનેશભાઇ હરીશંગભાઇને આરોપીએ ડાબા કાન પાસે હથોડી મારતા લોહી નિકળવા લાગેલ તેમજ આરોપીએ દિનેશ હરીશંગભાઈને લાકડીથી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.