પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મળેલી બાતમીના આધારે સુખપર ગામની સીમમાં ગરતી તળાવનાં કાંઠે સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી. રેઈડ દરમ્યાન સ્થળ પરથી પોલીસે ગરમ આથો લીટર-૨૦૦ કિ.રૂ.૪૦૦/- તથા ઠંડો આથો લીટર ૨૬૦૦ કિ.રૂ.૫૨૦૦/- તથા ભઠીના સાધનો એલ્યુમીનીયમનું બકડીયા નંગ-૪ કી.રૂ.૨૦૦/- તથા પાટલી નળી સાથે નંગ-૪ તથા ઇન્ડેન ગેસના બાટલા નંગ ૦૪ કિ.રૂ.૪૦૦૦ તથા ગેશના ચુલા રેગ્યુલેટર નળી સાથે નંગ ૦૪ કિ.રૂ ૮૦૦ તથા દેશી દારૂ આશરે લીટર-૨૦૦ કિં.રૂ.૪૦૦૦/- તથા મારૂતી સુઝુકી અલ્ટો કાર નં. GJ-13-AM-7178 કિં.રૂ.150000 મળી કુલ કિ.રૂ.૧૬૪,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ શ્રવણ ઉર્ફે લાખા મનસુખભાઈ સજાણી (ઉ.વ ૨૧) , મુકેશભાઈ અવચરભાઈ ચારોલા (ઉ.વ ૨૬), સંજયભાઈ ગુગાભાઈ જરવરીયા (ઉ.વ ૨૧) , વજાભાઈ દશરથભાઈ સજાણી (ઉ.વ ૨૭), સંજયભાઈ સવજીભાઈ ઝિંઝુવાડીયા (ઉવ ૨૧) રહે. બધા રાજપર તા-ધ્રાંગધ્રા જી-સુરેન્દ્રનગર વાળાઓને ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવા તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં ચંદુભાઈ કનોતરા, દશુભા, નિરવભાઈ, ચંદ્રકાન્તભાઈ વામજા, ભરતભાઈ જીલરીયા વગેરે રોકાયેલા હતાં.