Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી : રવાપર ચોકડી નજીક કેનાલમાં ત્રણ વર્ષનું બાળક ડૂબ્યું

મોરબી : રવાપર ચોકડી નજીક કેનાલમાં ત્રણ વર્ષનું બાળક ડૂબ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર ચોકડી નજીક ચોકીદાર તરીકે કામ કરતા કમલભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષનો દીકરો રોહિત રમતા રમતા રવાપર ગામ નજીક કેનાલમાં પડી જતાં ડુબી ગયો હતો જે બનાવની જાણ કરવામાં આવતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જોકે કલાકો સુધી પ્રયાસ કર્યા બાદ પણ મોડી સાંજ સુધી બાળકનો પત્તો લાગ્યો ના હતો. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોય જેથી બાળક જે જગ્યાએ કેનાલમાં પડ્યું તેની આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી હતી જોકે મોડી સાંજ સુધી અંધકાર છવાયો ત્યાં સુધી ફાયર ટીમે તપાસ કરવા છતાં હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!