Friday, November 15, 2024
HomeGujaratહળવદ:સ્વીફ્ટ ડિઝાયરમાં ભરીને કતલખાને લઈ જવાતા પાંચ ઘેટાને બચાવી લેવાયા

હળવદ:સ્વીફ્ટ ડિઝાયરમાં ભરીને કતલખાને લઈ જવાતા પાંચ ઘેટાને બચાવી લેવાયા

હળવડની મોરબી ચોકડી નજીકથી સ્વીફ્ટ ડિઝાયરમાં ખીચોખીચ ભરીને કતલખાને લઈ જવામાં આવતા પાંચ ઘેટાને હળવદના કડીયાણા ગામના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરી બચાવી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસે રાજસ્થાન આરટીઓ પાસીંગ સ્વીફ્ટ ડિઝાયરમાં સવાર ત્રણેય રાજસ્થાન રાજ્યના વતની આરોપીઓની અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામના વિશાલભાઇ નરેન્દ્રભાઇ ત્રીવેદી ઉવ.૩૫ એ હળવદ પોલીસ મથકમાં આરોપી રહેમાનખાન નેકુખાન ઉવ.૪૨ રહે.કોડુકા ગામ જી.બાડમેર રાજસ્થાન, જબરૂદીન રેશમખાન ઉવ.૩૫ રહે.પાટોડી ગામ જી.બાડમેર રાજસ્થાન તથા ભવરેખાન ઈશેખાન ઉવ.૪૦ રહે.ગંગાપુરા ગામ જી.બાડમેર રાજસ્થાનવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ કોઈ પાસ પરમીટ કે, આધાર વગર પોતાના હવાલા કબ્જા વાળી સ્વીફ્ટ ડીઝાયર કાર રજી. નં. આરજે-૦૪-સીએ-૫૭૧૫ માં જીવતા ૨ મોટા ઘેટા તથા ૩ ઘેટાના બચ્ચા એમ પશુ નંગ ૦૫ ને કતલખાને વેચાણ કરવા માટે સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાં ત્રાસ થાય તે રીતે ખીચોખીચ ભરી, કોઈ ઘાસચારા કે પાણીની સગવડ રાખ્યા વગર પશુ પ્રત્યે ધાતકીપણાનુ વર્તન કરી ઘેટા જીવ પશુની હેરફેર કરી વાહન સાથે આરોપીઓને હળવદની મોરબી ચોકડી ખાતેથી પકડી લેવામાં આવ્યા છે. ત્યારે ત્રણેય આરોપીઓ સામે પશુપ્રત્યે ઘાતકીપણુ અટકાવવા અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ સાથે પોલીસે પાંચ ઘેટા જેની આશરે કિ.રૂા.૧૦,૦૦૦/ તથા એક સ્વીફ્ટ ડીઝાયર ગાડી જેની કિ.રૂા.૨,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂા. ૨,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. હાલ નાના-મોટા ઘેટાને હળવદ મહાજન પાંજરાપોળ મોકલવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!