Friday, April 26, 2024
HomeGujaratહળવદ : માલણીયાદ ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા, ચાર ફરાર

હળવદ : માલણીયાદ ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા, ચાર ફરાર

હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન આજરોજ મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં અરવીંદભાઇ મનજીભાઇ સોલગામા (ઉં.વ.૩૬ રહે.નવા માલણીયાદ) વાળાની વાડીએ રેઈડ કરતા સ્થળ પરથી તીનપતીનો જુગાર રમતા અરવીંદભાઇ મનજીભાઇ સોલગામા, રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ભોજાભાઇ ડાભી, જીવાભાઇ રેવાભાઇ ગુંડારીયા, અશોકભાઇ દેવાભાઇ જરવરીયાને રોકડા રૂ.૫૮,૭૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા તો રેઈડ દરમ્યાન આરોપીઓ ભુરાભાઇ વિનોદભાઇ દલવાડી, હસુભાઇ દેવજીભાઇ દલવાડી, જયેશભાઇ વિઠ્ઠલભાઇ દલવાડી, ભરતભાઇ ઉર્ફે પંપો મોતીભાઇ પ્રજાપતી નાશી છુટ્યા હતાં. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!