Thursday, April 18, 2024
HomeGujaratવાંકાનેર : ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો

વાંકાનેર : ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો

જુદી જુદી એલોપેથીક દવાઓ મળી કુલ રૂ. ૨૭૭૮૨નાં મુદ્દામાલ સાથે બોગસ ડૉક્ટરને ઝડપી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પીઆઈ જે. એમ. આલ તથા એસઓજી સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે બાતમીનાં આધારે ઢુવા ચોકડી નજીક માટેલ રોડ ઉપર શક્તિ ચેમ્બર્સમાં માનવ ક્લીનીક નામનાં દવાખાનામાં દરોડો પાડી ડીગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટર કિર્તીભાઈ ડુંગરભાઈ ડોડીયા (મુળ રહે. સવપુરા, તા. કાંકરેજ જી. બનાસકાંઠા, હાલ રહે. રફાળેશ્વર મચ્છોનગર પાનેલી રોડ, તા.જી.મોરબી) વાળાને જુદી જુદી એલોપેથીક દવાઓ કિં.રૂ.૨૬,૦૮૨/-, રોકડા રૂ.૧૭૦૦/- તથા સાધનો મળી કુલ રૂ.૨૭,૭૮૨/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!