Friday, April 26, 2024
HomeGujaratહળવદ : ‘ ટેલેન્ટ પૂલ ‘ યોજના અંતર્ગત NTDNT સર્ટિ ધરાવતા વિદ્યાર્થીઓને...

હળવદ : ‘ ટેલેન્ટ પૂલ ‘ યોજના અંતર્ગત NTDNT સર્ટિ ધરાવતા વિદ્યાર્થીઓને હળવદની શાળામાં નિ:શુલ્ક હોસ્ટેલ સુવિધા

NTDNT સર્ટિ ધરાવતા ચુંવાળિયા કોળી, વણજારા જેવી વિવિધ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ફ્રી ઓફમાં હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત સરકારની ‘ ટેલેન્ટ પૂલ ‘ નામની યોજના અમલમાં છે. આ યોજનામાં ધોરણ – ૬ અને ધોરણ – ૧૧ સાયન્સ કોમર્સ અને આર્ટ્સ ત્રણેયમા હોસ્ટેલમાં નિ:શુલ્ક પ્રવેશ મળે છે. સમગ્ર ગુજરાતમાં આવી આઠ આવાસીય શાળાઓને મંજૂરી મળી છે. જેમાં ઝાલાવાડ અને મોરબી વિસ્તારની હળવદની તક્ષશિલા વિદ્યાલયને પણ આવી મંજૂરી મળેલ છે. આ યોજના અંતર્ગત NTDNT સર્ટિફિકેટ ધરાવતા તેજસ્વી છોકરાઓ અને છોકરીઓ ફ્રી ઓફમાં પ્રવેશ મેળવી શકે છે. આ યોજનામાં સંપૂર્ણપણે મેરિટમા આવતા વિદ્યાર્થીઓને જ એડમિશન મળશે. તે માટે ટેલેન્ટ પૂલ યોજનાનું ફોર્મ હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતેથી મેળવીને જમા કરવાનું રહેશે. જે વાલીની વાર્ષિક આવક બે લાખથી ઓછી હોય તેમને જ આ ટેલેન્ટ પુલનો લાભ મળશે. વધુ માહિતી આપતા શાળાના એમ.ડી. ડો. મહેશે પટેલે જણાવ્યું કે ફોર્મ ભર્યા બાદ ગાંધીનગરથી મેરિટ બહાર પાડવામાં આવશે અને મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને એડમિશન મળશે. જેમને ધો.૫ અને ધો.૧૦ માં ૬૦ % થી વધુ પરિણામ હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓએ જ ફોર્મ ભરવાનું રહેશે. ધો. ૫ માં પ્રવેશ મળશે તેને ધો. ૧૦ ધોરણ સુધી અને ધો. ૧૧ મા પ્રવેશ મેળવે તેને ધો. ૧૧/૧૨ બન્ને વર્ષ આ યોજનાનો લાભ મળશે તેમ તક્ષશિલા હોસ્ટેલર સંચાલક રમેશ કૈલાએ જણાવ્યું હતું. આ તકે શિક્ષક સંઘના આગેવાન ચતુર પાટડિયા, સિંગર રિધ્ધિબેન રાઠોડ, લોકગાયક સુરેશ ઠાકોર અને અંગ્રેજી શિક્ષક અલ્પેશ ઉડેચા જેવા સમાજના આગેવાનોને ઓનલાઈન મિટિંગ દ્વારા આ યોજના અંગે માહિતગાર કરાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!