Saturday, October 5, 2024
HomeGujaratટંકારા તાલુકા પંચાયત અને તાલુકાની તમામ 45 ગ્રામ પંચાયત હાઈ સ્પીડ ઈન્ટરનેટ...

ટંકારા તાલુકા પંચાયત અને તાલુકાની તમામ 45 ગ્રામ પંચાયત હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધાથી સજ્જ

ગુજરાત રાજ્યનો સૌપ્રથમ ટંકારા તાલુકો બન્યો જ્યા તાલુકા પંચાયત અને તાલુકાની તમામ 45 ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ 100 MBPS સ્પીડ સાથે અન્ડરગ્રાઉન્ડ ફાઈબર કેબલ દ્વારા ગ્રામ પંચાયતોને જોડવામાં આવી, 100 MBPS સ્પીડ સાથે ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુની સાથે અંદાજિત 55 સેવાઓ હવે ગ્રામ્યકક્ષાએથી કાર્યરત થશે અને સ્માર્ટ વિલેજ અને ડિજિટલ વિલેજ તરફ કદમકુચ કરશે. નાગરિકો ગ્રામ્યકક્ષાએ કરાવી શકશે અનેક કામ

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના વિકાસ અધિકારી નાગાજણ તરખાલા અને ટીમ દ્વારા આગવી શૈલીમાં સરકારની આધુનિક સેવાઓ ગામડે મળેના સુત્રને સાર્થક કરવા માટે રીતસરની ઝુંબેશ હાથ ધરી એક વર્ષ જેટલા સમયમાં ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લામાં પ્રથમ તાલુકો ટંકારા બન્યો જ્યા તમામ ગામ પંચાયતના વિલેજ ઓપરેટર એના કોમ્પ્યુટર ઉપર 100 MBPS સ્પીડ સાથે કામ કરી ડિજિટલ યુગમાં કદમ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓપરેટર નેટવર્ક પ્રોબલેમના બાના હેઠળ સમયસર અરજદારોના કામગીરી કરતા ન હતા જે પશ્ન હવે ભુતકાળ બનશે ઉપરાંત આગામી દિવસોમાં ઓનલાઈન યોજના ગામડે આગળીના ટેરવે ઉપલબ્ધ થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!