હળવદ તાલુકા પંથકમાં હવે ગરમી સાથે ઉનાળાનો પ્રારંભ થવા જય રહ્યો છે. ત્યારે પંથકમાં ગરીબો ના ફ્રિજ સમાન માટલાંનું વિતરણ માં વધારો થયો છે. ત્યારે છેલ્લા કેટલાય સમય થી કોરોના કાળને કારણે ધંધો રોજ ગાર ઠપ થયો હતો ધીમે ધીમે તે હવે પુનઃ સ્થાપીત થઈ રહ્યો હોય શહેરમાં કુંભાર માટલાં ધડી તેનું મોટા પાયે વેચાણ કરી રહ્યા છે.ઉનાળાની રૂતુ નો હવે ફેબ્રુઆરી માસ ના અંત થી પ્રારંભ થવા જય રહ્યો છે નગર તેમજ તાલુકાના લોકો ગરમી નો અહેશાસ કરી રહ્યા છે બપોર 12.00 વાગ્યા બાદ સૂર્યનારાયણ દેવ પોતાનો પ્રકોપ ધીમે-ધીમે બતાવી રહ્યા હોય શરીર ઉપર દાજે તેવી ગરમી નો અહેશાસ થવા લાગ્યો હોય ત્યારે ગરીબો ના ફ્રિજ સમાન માટલાં જે લોકો ને સીતળતાનો અહેશાસ કરાવે તેવા માટલા કુંભાર દ્વારા બનાવાનો પ્રારંભ પણ થઈ ગયો છે. બજારો માં ઠેર ઠેર જગ્યાએ માટલાં ના ઢગલા મૂકી માટલાંનું વિતરણ કરતાં કુંભાર તેમજ વેપારીઓ. તો બીજી તરફ કોરોના ની વિકટ પરિસ્થીતીને પગલે લોકો ના નાના પાયા ના ધંધા રોજગાર ઠપ થઈ ગયા હતા છેલ્લા ત્રણ વર્ષ માં જોઈએ તેટલા પ્રમાણ માટલાંનું વેચાણ થતું ના હતું પણ હવે ધીમે ધીમે પુનઃ સ્થિતિ સારી બનવા જઈ રહી છે. તેવામાં ફ્રિજ ના પાણી થી બીમાર પડતાં લોકો માટલાં ના પાણી અને સિતળતા નો અનુભવ કરે અને આત્મનિર્ભર ભારત બનવામાં એક કદમ ઉઠાવે તેવી માટલાં ઘડવૈયા ઓની માંગ છે.