Friday, March 29, 2024
HomeGujaratમોરબીની પરિણીતાએ પતિ સહિતનાઓના ત્રાસથી ફીનાઇલ ગટગટાવ્યું

મોરબીની પરિણીતાએ પતિ સહિતનાઓના ત્રાસથી ફીનાઇલ ગટગટાવ્યું

મોરબીની પરિણીતાને પતિ, સાસુ, સસરા સહિતના સાસરિયાઓએ ઘરકામ અને ખાવાપીવા તેમજ કપડા પહેરવા બાબતે મેંણાં ટોણાં મારી પરાણે રીસામણે મોકલી હોય જેને લઈને પરિણીતાએ ફીનાઇલ ગટગટાવી લેતા મહિલા પોલીસે પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મહિલા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના વાવડી ગામે વાટિકા સોસાયટીમાં રહેતા ભાવનાબેન સુનીલભાઇ ચાવડા નામની ઉ.વ.૩૦ વર્ષીય પરિણીતાને તેના પતિ સુનીલભાઇ મોહનભાઇ ચાવડા, સસરા મોહનભાઇ રાણાભાઇ ચાવડા, સાસુ કુંવરબેન મોહનભાઇ ચાવડા અને કોટુંબીક જેઠ રવીભાઇ ઘનાભાઇ ચાવડા સહિતનાઓએ પરિણીતાને ધરકામ બાબતે તેમજ ખાવા પીવા તેમજ કપડા પહેરવા ઓઢવા બાબતે માનશીક દુખત્રાસ આપી તેમજ વારંવાર મેણા ટોણા મારતા હતા એટલું જ નહીં પરાણે રીસામણે મોકલી તેમજ છુટા છેડાની ધમકી આપી બોલાચાલી તેમજ ઝઘડો કરતા હતા જેથી મહિલાએ કંટાળી જઈ ફીનાઇલ પી જતા પતિ સહિત ચાર સામે ગુન્હો નોંધાયો છે જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!