Thursday, December 26, 2024
HomeNewsHalvadમોરબીમાં ચોરીની ઘટના યથાવત ગત રાત્રિના હળવદની ૬ ફેક્ટરીમાં ચોરની ટોળકી ત્રાટકી...

મોરબીમાં ચોરીની ઘટના યથાવત ગત રાત્રિના હળવદની ૬ ફેક્ટરીમાં ચોરની ટોળકી ત્રાટકી અને ચોરીના ગુન્હાને અંજામ આપી નાસી છુટ્યા સમગ્ર ઘટના સીસી ટીવી માં કેદ 

હળવદમાં ગત મોડી રાત્રિના સાત જેટલા શખ્સો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી છે જેમાં ચોર ચડ્ડી-બનિયન ધારી ગેંગ છે એવું સામે આવ્યું છે.જુદી-જુદી ૬ ફેક્ટરીમાં સાત ઇસમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવાની વાત સીસી ટીવીમાં સામે આવે છે

- Advertisement -
- Advertisement -

હળવદ ધ્રાંગધ્રા હાઈ-વે પર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ૬ કારખાનામાં મોડીરાત્રે ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી અને ચડ્ડી-બનિયાનધારી ગેંગે છ કારખાનાના તાળા તોડી ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. ટોળકીના સાત શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ  કિશન ગમ, ખોડીયાર સ્ટીલ, લક્ષ્મી ગવાર ગમ, સાન્વી ઇન્ડસ્ટ્રીઝ, પુજા ઈન્ડસ્ટ્રીઝ અને હર્ષ એગ્રોના એમ છ કારખાનામાં તાળા તોડીને ચોરી કરી હતી.

જો કે આ ચડી-બનીયાનધારી ટોળકીના સાત શખ્સોએ છ કારખાનાના તાળા તોડ્યા હતા. જેમાંથી બે કારખાનામાં ચોરી થયાનું જાણવા મળ્યું છે. એક કારખાનામાં રૂ.૩૦ હજાર અને બીજા કારખાનામાં રૂ.૨૦૦ ની ચોરી થઈ હતી. જ્યારે છ કારખાનામાં ચોરીના ઇરાદે ભાંગતુટ કરી હોવાની પણ વિગતો જાણવા મળી છે. આ ચોરી કરતી ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં ચડી-બનીયાનધારી ટોળકીના સાત શખ્સો છ કારખાનામાં ચોરી કરતા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ છે. આ ટોળકી રાત્રે લૂંટફાટ મચાવીને ફરાર થઈ ગઈ હતી. આ બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!