Wednesday, May 8, 2024
HomeGujaratહળવદ : ૧૦૦૦ માસ્કનું વિતરણ કરી પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

હળવદ : ૧૦૦૦ માસ્કનું વિતરણ કરી પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

કોરોના મહામારી વચ્ચે અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો આગળ આવી લોકોની સેવા કરી માનવતા મહેકાવી રહ્યા છે ત્યારે હળવદમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજે શહેરમાં ૧૦૦૦ નંગ માસ્કનું વિતરણ કરાયું હતું કોરોના મહામારી સામે રક્ષણ આપતું માસ્ક પહેરવું જરૂરી હોય જેથી હળવદના સરા નાકે સરકારી હોસ્પિટલ ખાતે માસ્કનું વિતરણ કરાયું હતું પ્રોજેક્ટના દાતા અરવિંદભાઈ દલવાડીની દીકરીના જન્મદિવસ પ્રસંગે માસ્ક વિતરણ કરીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી જે સેવાકાર્યને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ અજજુભાઈ, ઉપપ્રમુખ વિશાલ દરજી, એ. ડી સોલંકી સહિતના સભ્યો તેમજ દાતા સહિતનાઓએ જહેમત ઊઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!