Thursday, March 28, 2024
HomeGujaratહળવદ કિસાન સન્માન દીવસ ની ઉજવણી કરાઇ

હળવદ કિસાન સન્માન દીવસ ની ઉજવણી કરાઇ

તા.૫ મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ૧૨૫ જેટલા વિવિધ કાર્યક્રમોનો શુભારંભ.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

છેલ્લા અઢી દાયકાઓથી શરૂ થયેલી આ વણથંભી વિકાસયાત્રા થકી ગુજરાત મોટાભાગના ક્ષેત્રોમા દેશભરમાં મોખરે

“કિસાન સુખી તો જ આપણે સૌ સુખી”ના દ્રઢ નિર્ધાર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત કાર્યરત “કિસાન સૂર્યોદય યોજના” થકી ખેડૂતોના રાતના ઉજાગરા દૂર કરી દિવસે વીજળી આપી જંગલી જાનવરો સામે રક્ષણ આપ્યુ: અત્યાર સુધી ૪૦૦૦ ગામડાઓના ૩,૩૮,૦૦૦ જેટલાં ખેડૂતોને લાભઃ આગામી સમયમાં તમામ ગામડાઓને આવરી લેવાનુ આયોજન “કિસાન સન્માન નીધિ યોજના” હેઠળ ગુજરાતના ૫૯ લાખ કિસાનોના ખાતામાં રૂ.૭૯૫૧ કરોડ જમા થયા. કાર્યકમની શરૂઆત દીપ પ્રાગટય કરી શાબ્દિક સ્વાગત પ્રવચન ઉપસ્થિત મહાનુભાવો નું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કચ્છ ભુજથી મુખ્ય મંત્રી વિવિધ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેતીવાડી લાભાર્થીઓને મંજુરી પત્રક વિતરણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનાં બ્રિજેશ મેરજા, ધારાસભ્ય મોરબી-માળીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડીયા, રણછોડભાઈ પટેલ ચેરમેન માર્કેટિંગ યાર્ડ હળવદ, રમેશભાઈ પટેલ પ્રમુખ હળવદ નગર પાલીકા, રણછોડભાઈ દલવાડી, મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ, અજય રાવલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હળવદ, એ આર કોટડીયા કાર્યપાલક ઇજનેર, એમ પી મહેતા નાયબ ઈજનેર, જે ડી સોલાણી નાયબ ઈજનેર, એમ એન નિનામા નાયબ ઈજનેર, આર.આર શેખ નાયબ ઈજનેર, પી જી ઢોરીયા નાયબ ઈજનેર, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. પીજીવીસીએલ કર્મચારીઓ-અધિકારીઓ તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!