હળવદ શહેરમાં ખાનગી શાળાના સંચાલક દ્વારા સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ આપવા આનાકાની કરીને સ્કૂલ ફી ભરવા દબાણ કરવામાં આવતું હોય તેવી લેખિત અરજી હળવદ પીઆઈને કરવામા આવી છે
હળવદના રાણેકપરના રહેવાસી નવઘણભાઈ બાબરિયાએ પોલીસ ઇન્સ્પેકટરને લેખિત ફરિયાદ અરજી આપી જણાવ્યું છે કે તેની દીકરી આરતી બાબરિયા હળવદ શિશુમંદિર વિધાલયમાં ધોરણ ૧૨ માં અભ્યાસ પૂર્ણ કરેલ છે તેની દીકરીનું સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની જરૂરત હોવાથી સ્કૂલ ખાતે ગયેલ ત્યારે સ્કૂલ ફી ભરશો પછી જ સ્કૂલ સર્ટીફીકેટ કાઢી આપશું તેમ જણાવ્યું હતું હાલ અભ્યાસ પૂરો થઇ ગયો છે છતાં સ્કૂલ લીવીંગ સર્ટી આપતા નથી
અરજદારના અન્ય પુત્ર અને પુત્રી પણ હાલ શિશુમંદિરમાં જ અભ્યાસ કરે છે છતાં સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ આપતા નથી તેઓ દીકરી આરતીની ફી ભરવા તૈયાર હોય પરંતુ અન્ય પુત્ર અને પુત્રીની ફી ભરપાઈ કરવાનું કહે છે તમામ ફી ભર્યા બાદ જ સ્કૂલ લીવીંગ સર્ટી આપશું તેવું જણાવેલ છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે