Thursday, April 25, 2024
HomeGujaratહળવદ મેડિકલ સ્ટોરવાળે એક્સપાયરી ડેટની દવા કોમ્પ્લેકસના છત પર નાખી દીધી

હળવદ મેડિકલ સ્ટોરવાળે એક્સપાયરી ડેટની દવા કોમ્પ્લેકસના છત પર નાખી દીધી

હળવદ પટેલ ચેમ્બર્સ ના છત પર કોઈ અજાણ્યા મેડિકલ સ્ટોરવાળા એક્સપાયરી ડેટની દવા નાખી દેતા અનેક જાતના તર્ક-વિતર્કો ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જી પી એસ સી બોર્ડ ને માત્ર ને માત્ર હપ્તામાં રસ ? શહેરીજનોમાં ચર્ચાનો વિષય

- Advertisement -
- Advertisement -

હળવદમાં છેલ્લા કેટલાક સમયથી મેડિકલ સ્ટોર લાલીયાવાડી ચાલતી હોય તેવું દેખાઈ રહ્યું છે. થોડા સમય પહેલાં હળવદમાં બાયોમેડિકલ વેસ્ટના ખુલ્લેઆમ ઢગલા ગંજ હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.હળવદ શહેરમાં અનેકવાર બોયોમેડીલ વેસ્ટના‌ખુલલામા ઢગલાં જોવા મળ્યા છે. છતાં પણ આજ દીન સુધી જી પી એસ સી બોર્ડ દ્વારા કે આરોગ્ય તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. અનેકવાર બાયોમેડિકલ વેસ્ટના ઠેક‌ ઠેકાણે ઢગલા જોવા મળે છે એટલું જ નહીં મેડિકલ સ્ટોરમાં એક્સપાઈરી ડેટ ની દવા ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. જ્યારે પાછી દેવા જાય ત્યારે મેડિકલ સ્ટોરવાળા તોછડાઈ ભર્યું વતૅન કરતા હોય છે. તેવા બનાવો પણ બને છે અને મેડિકલ સ્ટોરમાં જે ના નામનું લાઇસન્સ ‌હોઈ છે તે ત્યાં હાજર હોતા નથી. જે તે શીખવ માણસો દવાનું વિતરણ કરતા હોય છે. હળવદના સરા રોડ નજીક આવેલ પટેલ ચેમ્બરસૅ ના છત પર કોઈ અજાણ્યા મેડિકલ સ્ટોરવાળા એ એક્સપાયરી ડેટ ની દવાઓ છત પર ફેંકી દેતા આજુબાજુના વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે આ બાબતે આરોગ્યતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી જવાબદાર મેડિકલ તંત્ર સામે કાર્ય કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે. આરોગ્ય તંત્ર. જી પી એસ સી બોર્ડ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે. માત્ર ને માત્ર હપ્તા લઈ ને સબ‌સલામથ નો‌ હોવાનો નોકરો દાવો ન કરે તેવું શહેરીજનો માં ચર્ચાઈ રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ અને જી પી એસ સી બોર્ડ માત્ર મલાઈ તારવીને સબ સલામત હોવાનો દાવો કરતા હોય છે તેવું શહેરીજનો માં ચર્ચાઇ રહ્યું છે. તાત્કાલિક ધોરણે કુંભકર્ણ નિદ્રામાંથી જાગીને તંત્ર દ્વારા લાગતા વળગતા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી હળવદ વાસીઓને માગણી ઉઠવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!