જિલ્લા પંચાયતના બાંધકામના સમિતિના ચેરમેને કલેક્ટરને આવેદન પાઠવ્યુ
મોરબી જીલ્લામાં વરસાદ ખેંચાયો છે ત્યારે નર્મદા કેનાલના કમાંડવાળા ગામો માટે કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી
મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ આજે ખેડૂતોને સાથે રાખીને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબી માળિયા વિસ્તારના નર્મદા કેનાલ હેઠળના કમાંડવાળા ગામો માટે વરસાદ ખેંચાતા પાક સુકાય જાય તેમ હોવાથી ખેડૂતોની રજૂઆત હોય અને ખેતીમાં સિંચાઈ માટે પાણીની ખાસ જરૂર હોય જેથી નર્મદા કેનાલમાંથી ખેતી માટે પાણી છોડવા માંગ કરવામાં આવી છે